જિમ વિના ઘરે બેઠાં કઈ રીતે રહેશો 'ફીટ એન્ડ ફાઈન'

તમારે બિમારીથી મુક્ત થવું હોય તો તમારે શરીરને ફીટ રાખવું ખૂબ જરૂરી છે. તો જિમમાં ગયા વગર તમે તમારા શરીરને કેવી રીતે ફીટ રાખશો? કેવી રીતે તંદુરસ્ત રહેશો. જો તમારે ફીટ અને તંદુરસ્ત રહેવું છે. તો આ આર્ટિકલ તમારે જરૂર વાંચવો પડશે.

જિમ વિના ઘરે બેઠાં કઈ રીતે રહેશો 'ફીટ એન્ડ ફાઈન'

જીનેશ સોની, અમદાવાદ: શરીરને ફીટ રાખવા માટે લોકો વહેલી સવારે જિમમાં જઈને બારેમાસ કસરત કરે છે અને પોતાના શરીરને ફીટ રાખે છે...પરંતુ આ ભાગદોડ ભરી જિંદગીમાં લોકોને સમય કાઢવો ખૂબ મુશ્કેલ છે. તેવામાં શરીરને ફીટ રાખવું પડકારજનક બની જાય છે. જો તમારૂ શરીર ફીટ નહીં હોય તો તમારે બિમાર પડવાનો વારો આવશે. પરંતુ ક્યાં સુધી તમે આવી બિમારીનો સામનો કરતા રહેશો?. 

તમારે બિમારીથી મુક્ત થવું હોય તો તમારે શરીરને ફીટ રાખવું ખૂબ જરૂરી છે. તો જિમમાં ગયા વગર તમે તમારા શરીરને કેવી રીતે ફીટ રાખશો? કેવી રીતે તંદુરસ્ત રહેશો. જો તમારે ફીટ અને તંદુરસ્ત રહેવું છે. તો આ આર્ટિકલ તમારે જરૂર વાંચવો પડશે.

વોલ પુશઅપ્સ
આ કસરત તમને જીમ વિના પણ ફીટ રાખે છે. વોલ પુશ-અપ્સ શરીરના દરેક ભાગને અસર કરે છે. વોલ પુશ-અપ્સ, સ્કવોટ્સ વગેરે કેટલીક કસરતો છે જે 10થી 15 મિનિટની અંદર કરી શકાય છે. તે ઘરે જલ્દીથી વર્કઆઉટ પણ થઈ શકે છે. 

ડીપ્સ
તમે ઘરમાં રહીને ડીપ્સ પણ મારી શકો છે..જો સવારે- સાંજે 50-50 ડીપ્સ મારશો તો તમારો બીજો કોઈ કસરત કરવાની જરૂર નથી...ડીપ્સ મારવાથી તમારી ચેસ્ટ, સોલ્ડર, બેક સહિતના પાર્ટમાં ધીમે ધીમે ગ્રોથ આવશે અને લાંબા ગાળા બાદ તમે ફીટ દેખાશો.

Image preview

ડાંસ
આ એકદમ અનોખી કવાયત છે. જો તમને કોઈ પણ પ્રકારની વર્કઆઉટ ન કરવી હોય અને તમને ડાન્સ કરવો ગમે તો તમે ઝડપી ડાન્સ પણ કરી શકો છો. આ તમારા રક્ત પરિભ્રમણને સુધારશે અને તમે તમારી તંદુરસ્તી પણ જાળવી શકો છો. ઘરે આ કસરત તમારા મૂડને પણ ખુશ રાખે છે.

યોગ અને સૂર્ય નમસ્કાર
યોગથી તમને માનસિક શાંતિ મળે છે, પરંતુ તે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે. જો તમને યોગ નથી ખબર, તો પછી તમે સૂર્ય નમસ્કાર જેવા મૂળભૂત યોગાસનથી પ્રારંભ કરી શકો છો. સૂર્ય નમસ્કાર શરીરના સ્નાયુઓને ખેંચે છે અને તમે દિવસભર તાજગી અનુભવી શકો છો.

સાયકલ ચલાવો, ફીટ રહો
ઉંમરની અસર સૌથી પહેલા આપણી ત્વચા પર દેખાઈ આવે છે. ત્યારબાદ આપણા હાડકાં અને અન્ય ભાગો પર પડે છે, અને આખરે તમારી કાર્યક્ષમતા પર પડે છે. પરંતુ ઝડપથી વધી રહેલી ઉંમરને રોકવામાટે સાયકલિંગ મહત્ત્વનો ભાગ ભજવે છે. સાયકલિંગ કરવાથી આખા શરીરને કસરત મળે છે. તેનાથી હાડકાં મજબૂત થાય છે અને શારીરિક કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ સાથે જ જ્યારે તમે સાયકલિંગ કરતી વખતે ઝડપથી શ્વાસ લો છો. ત્યારે ત્વચાને ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને લાંબા સમય સુધી તાજગી અનુભવાય છે.

Image preview

દોરડા કૂદો , ફીટ રહો
રોજ 5 મિનીટથી લઈને 15 મિનીટ દોરડા કૂદવાથી ઘણા બધા ફાયદા થાય છે. દોરડા કૂદવા હાડકા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દોરડા કૂદવાથી આખા શરીરની સંપૂર્ણ પણે કસરત થાય છે. જેનાથી કાર્યક્ષમતા અને શરીરની તાકાત વધે છે. તેમજ સુસ્તી નથી લાગતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news